Monday, November 23, 2020

રશ્મિરથી – અન્યાયનો અંધકાર, પૌરુષનો પ્રકાશ

 


મહાભારત – માનવમનનાં તમામ પાસાઓને આવરી લેતું મહાકાવ્ય. સંવેદનોનાં સાતેય મેઘધનુષી રંગો છે એમાં. મનોવિજ્ઞાનથી માંડીને મેનેજમેંટ સુધી દરેક ક્ષેત્રે આજે પણ પ્રાસંગિક ગણાતાં કેસ સ્ટડીઝની ખાણ છે મહાભારત. એટલે જ કહેવાયું છે કે જે મહાભારતમાં છે એ બધે જ છે અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. કોઈ એક જ ઘટનાને અલગઅલગ પાત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ દરેક પાત્રની વાત સાચી લાગે એવું અદ્વિતીય કથાનક. વાર્તા કે વિષયવસ્તુની વાત કરીએ તો એ તો ભારતીય સમાજના collective consciousness માં એટલું વ્યાપ્ત છે કે કોઈ ટાબરિયાને પણ ખબર હોય જ.

પાંડવ-કૌરવ યુદ્ધને મોટેભાગે પાંડવોના પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજાવવામાં આવ્યું હોવાથી એ જ સાચું લાગે છે પણ જો એક વાર એને દુર્યોધન કે કર્ણની નજરે તપાસીએ તો? ઇતિહાસ હમેશા વિજેતાની વિચારધારા પ્રમાણે ઘડાતો હોય છે. વિશ્વયુદ્ધમાં જો જર્મની જીત્યું હોત તો કદાચ હિટલર હીરો ગણાતો હોત! સાહિત્યકાર હારેલાં કે હાંસિયામાં ધકેલાયેલાં પાત્રની નજરે દ્રશ્ય દેખાડી શકે છે.  પછી એ સંસ્કૃત શબ્દર્ષિ ભાસ નું ઉરુભંગમ હોય કે પછી હિન્દીના પ્રતિષ્ઠિત કવિ રામધારીસિંહ દિનકર નું 1942 માં પ્રકાશિત ખંડકાવ્ય રશ્મિરથી હોય.


અસલમા જ્યેષ્ઠ કુંતીપુત્ર પણ (હિન્દી ફિલ્મોમાં હોય એમ) અવૈધ સંતાન તરીકેના કલંક સાથે જન્મેલ, દાસીપુત્ર તરીકે ઉછરેલ, દાનેશ્વરીઓમાં સૂર્ય સમાન, યુદ્ધમાં આખા પાંડવપક્ષનાં દાંત ખાંટા કરનાર મહાપ્રતાપી કર્ણ. આજની રીતે કહીએ તો ‘RIGHT MAN IN THE WRONG PARTY’.

   પોતે જન્મથી લઈને મૃત્યુ સુધી અનેક પક્ષપાત, છળકપટ અને તિરસ્કારનો ભોગ બનેલ છે એવું માનનાર છતાં દીનહીન ન બનનાર કર્ણને કેન્દ્રસ્થાને મૂકી રચાયેલ અદ્ભુત હિન્દી કાવ્ય એટલે રશ્મિરથી’. મહાભારતનાં કેટલાક પ્રસંગો પાસે દિનકર સાહેબનાં શબ્દો આપણી આંગળી પકડીને લઈ જાય છે, ત્યાં જઈએ અને મૂળ કથાનકને અનોખી રીતે જોવાનો પ્રયાસ કરીએ.



દ્રશ્ય – દ્રૌપદી સ્વયંવરનું. ભિન્નભિન્ન પ્રદેશોથી આવેલાં રાજવંશીઓ પોતાનું કૌશલ્ય દેખાડી દ્રૌપડીને જીતવા ઉત્સુક હતાં ત્યારે કર્ણના ધનુષની ટંકારથી સભા સ્તબ્ધ બને છે. અર્જુનનો મજબૂત પ્રતિસ્પર્ધી ફલક પર ઊભરી રહ્યો છે એ જોઈ કૃપાચાર્ય અર્જુનને ચૂપ રહેવાનો ઈશારો કરી કર્ણને જાતિ પૂછે છે અને કર્ણની છાતીની ડાબી બાજુએ શૂળ ભોંકાય છે:- જાતિ! રાજકુમાર હોય તો જ અર્જુન સામે લડી શકે એવી દલીલના જવાબમાં દુર્યોધન કુશળ રાજનીતિ રમે છે અને કર્ણને અંગદેશનો રાજા બનાવે છે. દુર્યોધનનાં શબ્દો:-

कर्ण हतप्रभ हुआ तनिक, मन-ही-मन कुछ भरमाया,

सह न सका अन्याय, सुयोधन बढ़कर आगे आया।

बोला-' बड़ा पाप है करना, इस प्रकार, अपमान,

उस नर का जो दीप रहा हो सचमुच, सूर्य समान।

 

'मूल जानना बड़ा कठिन है नदियों का, वीरों का,

धनुष छोड़ कर और गोत्र क्या होता रणधीरों का?

पाते हैं सम्मान तपोबल से भूतल पर शूर,

'जाति-जाति' का शोर मचाते केवल कायर क्रूर।

'करना क्या अपमान ठीक है इस अनमोल रतन का,

मानवता की इस विभूति का, धरती के इस धन का।

बिना राज्य यदि नहीं वीरता का इसको अधिकार,

तो मेरी यह खुली घोषणा सुने सकल संसार।

 

'अंगदेश का मुकुट कर्ण के मस्तक पर धरता हूँ।

एक राज्य इस महावीर के हित अर्पित करता हूँ।'

रखा कर्ण के सिर पर उसने अपना मुकुट उतार,

गूँजा रंगभूमि में दुर्योधन का जय-जयकार।

ભારતીય સમાજમાં સદીઓથી વ્યાપ્ત જાતિભેદને લીધે કરોડો કર્ણો અન્યાયનો ભોગ બનતાં આવ્યાં છે. કોઈ માણસ પોતાનું કૂળ, ગોત્ર, લિંગ, જાતિ, ધર્મ, પ્રદેશ કે ઈવન મા-બાપ પણ પોતાની રીતે પસંદ કરી શકતો નથી ત્યારે આ બધી બાબતોથી ગૌરવ કેવું અને શરમ કેવી! જન્મ કરતાં કર્મ જ માણસને મહાન બનાવે છે. રશ્મિરથી નો અર્થ થાય સૂર્યના કિરણો પર સવાર અને સૂર્યના કિરણો ક્યારેય ભેદભાવ રાખતા નથી. ઇન ફેક્ટ, પ્રકૃતિનું કોઈ જ તત્વ પક્ષપાતી નથી.

કર્ણના જન્મનું જખમ એને પરશુરામના શાપ સુધી લઈ જાય છે. અણીના સમયે વિદ્યા ભૂલી જવાના શાપનો પ્રસંગ કવિ બીજા સર્ગમાં અદભૂત રીતે વર્ણવે છે.

જો કે, આ મહાકાવ્યનો પ્રાણ તો ત્રીજો સર્ગ છે કે જ્યાં કૌરવસભામાં શ્રીકૃષ્ણ negotiation માટે આવે છે અને ઘમંડી દુર્યોધન પાંચ ગામ પણ આપવા તૈયાર નથી. કૃષ્ણને બંદી બનાવવાની કૂચેષ્ટાથી ક્રોધિત થઈને પ્રભુ પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કરે છે. વિશ્વરૂપદર્શનના એ દ્રશ્યમાં કવિનો ભાષાવૈભવ સોળે કળાએ ખીલી ઊઠે છે:- 

मैत्री की राह बताने को

सबको सुमार्ग पर लाने को

दुर्योधन को समझाने को

भीषण विध्वंस बचाने को

भगवान् हस्तिनापुर आये

पांडव का संदेशा लाये। 

 

'दो न्याय अगर तो आधा दो

पर, इसमें भी यदि बाधा हो

तो दे दो केवल पाँच ग्राम

रक्खो अपनी धरती तमाम। 

हम वहीं खुशी से खायेंगे

परिजन पर असि न उठायेंगे! 

 

दुर्योधन वह भी दे ना सका

आशिष समाज की ले न सका

उलटे, हरि को बाँधने चला

जो था असाध्य, साधने चला। 

जब नाश मनुज पर छाता है

पहले विवेक मर जाता है। 

 

हरि ने भीषण हुंकार किया

अपना स्वरूप-विस्तार किया

डगमग-डगमग दिग्गज डोले

भगवान् कुपित होकर बोले- 

'जंजीर बढ़ा कर साध मुझे

हाँ, हाँ दुर्योधन! बाँध मुझे। 

 

यह देख, गगन मुझमें लय है

यह देख, पवन मुझमें लय है

मुझमें विलीन झंकार सकल

मुझमें लय है संसार सकल। 

अमरत्व फूलता है मुझमें

संहार झूलता है मुझमें। 

 

'उदयाचल मेरा दीप्त भाल

भूमंडल वक्षस्थल विशाल

भुज परिधि-बन्ध को घेरे हैं

मैनाक-मेरु पग मेरे हैं। 

दिपते जो ग्रह नक्षत्र निकर

सब हैं मेरे मुख के अन्दर। 

 

'दृग हों तो दृश्य अकाण्ड देख

मुझमें सारा ब्रह्माण्ड देख

चर-अचर जीव, जग, क्षर-अक्षर

नश्वर मनुष्य सुरजाति अमर। 

शत कोटि सूर्य, शत कोटि चन्द्र

शत कोटि सरित, सर, सिन्धु मन्द्र।

 

'शत कोटि विष्णु, ब्रह्मा, महेश

शत कोटि विष्णु जलपति, धनेश

शत कोटि रुद्र, शत कोटि काल

शत कोटि दण्डधर लोकपाल। 

जञ्जीर बढ़ाकर साध इन्हें

हाँ-हाँ दुर्योधन! बाँध इन्हें। 

 

'भूलोक, अतल, पाताल देख

गत और अनागत काल देख

यह देख जगत का आदि-सृजन

यह देख, महाभारत का रण

मृतकों से पटी हुई भू है

पहचान, कहाँ इसमें तू है। 

 

'अम्बर में कुन्तल-जाल देख

पद के नीचे पाताल देख

मुट्ठी में तीनों काल देख

मेरा स्वरूप विकराल देख। 

सब जन्म मुझी से पाते हैं

फिर लौट मुझी में आते हैं। 

 

'जिह्वा से कढ़ती ज्वाल सघन

साँसों में पाता जन्म पवन

पड़ जाती मेरी दृष्टि जिधर

हँसने लगती है सृष्टि उधर! 

मैं जभी मूँदता हूँ लोचन

छा जाता चारों ओर मरण। 

 

 

'बाँधने मुझे तो आया है

जंजीर बड़ी क्या लाया है

यदि मुझे बाँधना चाहे मन

पहले तो बाँध अनन्त गगन। 

सूने को साध न सकता है

वह मुझे बाँध कब सकता है

 

'हित-वचन नहीं तूने माना

मैत्री का मूल्य न पहचाना

तो ले, मैं भी अब जाता हूँ

अन्तिम संकल्प सुनाता हूँ। 

याचना नहीं, अब रण होगा

जीवन-जय या कि मरण होगा। 

 

'टकरायेंगे नक्षत्र-निकर

बरसेगी भू पर वह्नि प्रखर

फण शेषनाग का डोलेगा

विकराल काल मुँह खोलेगा। 

दुर्योधन! रण ऐसा होगा। 

फिर कभी नहीं जैसा होगा। 

 

'भाई पर भाई टूटेंगे

विष-बाण बूँद-से छूटेंगे

वायस-श्रृगाल सुख लूटेंगे

सौभाग्य मनुज के फूटेंगे। 

आखिर तू भूशायी होगा

हिंसा का पर, दायी होगा।

 

थी सभा सन्न, सब लोग डरे

चुप थे या थे बेहोश पड़े। 

केवल दो नर ना अघाते थे

धृतराष्ट्र-विदुर सुख पाते थे। 

कर जोड़ खड़े प्रमुदित, निर्भय

दोनों पुकारते थे 'जय-जय'!

 

આહાહા...!!! એવું જબબરજસ્ત વર્ણન... જાણે કવિતાના આકાશમાં ભાષાસૌંદર્ય પૂનમના ચંદ્રની જેમ ખીલી ઉઠ્યું હોય..!!!

ડિપ્લોમસીના બેતાજ બાદશાહ શ્રીકૃષ્ણ કર્ણને સમજાવે છે કે જો એ પાંડવપક્ષે આવી જાય તો આખું યુદ્ધ જ ટળી જાય અને ઘીના ઠામમાં ઘી પડી રહે પણ કર્ણ કંઈ આજના રાજકારણીઓ જેવો પક્ષપલ્ટુ તો હતો નહીં કે જે “વિચારધારા” ની લડાઈમાં લોટાનો આકાર ધારણ કરી લે! જ્યારે સૌએ એને તરછોડયો હતો ત્યારે જેણે હાથ પકડ્યો હતો એ દુર્યોધન પ્રત્યેની નિષ્ઠા કર્ણ ક્યારેય છોડવા તૈયાર નથી. માણસની ઘોર નિષ્ફળતામાં જેણે એનો સાથ નિભાવ્યો ન હોય એને એની સફળતાનો સ્વાદ ચાખવાનો હક હોતો નથી. જો કે, દુર્યોધન અધર્મના માર્ગે છે એ જાણવા છતાં એણે  એનો સાથ આપ્યો એ વાત ભૂલી ન શકાય. જો યુદ્ધ ટાળી શકાતું હોત તોય કદાચ કર્ણ એ ન થવા દેત.

કૃષ્ણથી કુંતી સુધી સૌ કોઈ કર્ણને પાંડવપક્ષે લાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે અન્ય દાવપેચ અજમાવવામાં આવે છે. દેવરાજ ઇન્દ્ર કવચ-કુંડળ દાનમાં માગી જાય છે. એ કર્ણની વીરતા જ ગણાય કે આ કપટ જાણવા છતાં એ દાનધર્મ છોડતો નથી અને ઇન્દ્ર ખુદ લજ્જિત થાય છે.



All is fair in love and war એવું ભલે કહેવાતું હોય પણ કવચ-કુંડળ પ્રસંગ, એકલવ્યનો અંગુઠો, દુર્યોધનની જાંઘ પર ભીમનો ગદાપ્રહાર, “અશ્વત્થામા મરાયો”, ભીષ્મ સામે શિખંડીની લડાઈ…… આટઆટલાં છળકપટ કરવાં પડે પાંડવોને જિતાડવા માટે! અને ખાસ તો ત્યારે જ્યારે સાક્ષાત શ્રીકૃષ્ણ એમની સાથે હોય! એને નીતિ-અનીતિ ના ત્રાજવે ન તોળીએ તો પણ કમ સે કમ એક વાર તો એ ભીષ્મ, કર્ણ, દ્રોણ, એકલવ્ય, દુર્યોધન વગેરેના સામર્થ્યને સલામ કરવાનું મન થાય, થાય અને થાય જ! જો કે સામે કૌરવો પણ કાંઈ દુધે ધોયેલાં નહોતાં. ધૃતરાષ્ટ્રનું “મામકાઃ પાંડવશ્ચેવ” હોય કે પ્રપંચનો પર્યાય શકુનિ હોય, દ્રૌપદીનું વસ્ત્રાહરણ, અશ્વત્થામા દ્વારા પાંડવપુત્રોની હત્યા, ખાંડવવન વગેરે જેવી દુષ્ટતા અને દુરાચારને લીધે તો ભીષણ યુદ્ધની સ્થિતિ આવી ઊભી હતી પરંતુ પાંડવોની સાધનશુદ્ધિનું શું? ખેર, સોનુ પણ 100% શુદ્ધ હોય તો ઘરેણાં બની શકતાં નથી. આ બધા ગ્રે કેરેક્ટર છે એટલે જ તો આટલાં રસપ્રદ છે.

વિવાહ પહેલા માતૃત્વ ધારણ કરવાને લીધે, સમાજની બીકે કુંતીએ જે બાળકનો ત્યાગ કર્યો એ જ બાળક આગળ જતાં એના જ સહોદર પાંડવો વિરુદ્ધ લડવા ઊભો થયો. નિયતિનો અજબ ખેલ! કુંતીનું માતૃહ્રદય એ વિકટ દ્રશ્ય માટે તૈયાર નથી કે જ્યારે તેનો એક પુત્ર યુદ્ધમાં બીજા પુત્રને મારે પણ કર્ણ સમજાવે છે કે........ ના, ના, બધું અહીં કહી ન દેવાય ને! એ માટે તો તમારે રશ્મિરથી વાંચવી જ પડે.

તો..... વાંચશો ને?

P.S. આ ભવ્ય કાવ્યના કેટલાક મંત્રમુગ્ધ કરી દે તેવાં recitation ની youtube link આ સાથે મૂકું છું.

01. પ્રસિદ્ધ અભિનેતા અને હિન્દીના અભ્યાસુ મનોજ બાજપાઈ એ કરેલ કાવ્યપાઠ:-

https://www.youtube.com/watch?v=Cbitu7JXcrM&feature=youtu.be

02. અન્ય એક એટલાં જ પ્રતિભાવાન અભિનેતા આશુતોષ રાણાએ કરેલ કાવ્યપાઠ:-

https://www.youtube.com/watch?v=juwrOKPVj5Y&feature=youtu.be

03. અનુરાગ કશ્યપની (મારી અંગત પ્રિય) ફિલ્મ ગુલાલ માં પિયુષ મિશ્રાએ કરેલ કાવ્યપાઠ નું દ્રશ્ય:- (કાવ્યપાઠ: 6.32 મિનિટ્સથી)

https://www.youtube.com/watch?v=soggJs82lO0

04. અમદાવાદ સ્થિત સુખ્યાત કલાકાર શ્રી ચિંતન પંડ્યા અને તેની ટીમ ફનાટિકા દ્વારા થયેલ રશ્મિરથી ના વાચિકમ (dramatic reading) નો વિડિઓ:-



(આ પ્રસ્તુતિથી જ મને આ સુંદર રચનાનો પરિચય થયેલો, તે માટે ચિંતનભાઈનો હ્રદયપૂર્વક આભારી છું.)

https://www.youtube.com/watch?v=bK9F5cOPZZw


                                             - © ડૉ. જય મહેતા